કલેકટરના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ:માધવપુર ઘેડમાં થઇ રહેલી તૈયારીઓની સમીક્ષા કરાઈ; સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

માધવપુર ઘેડમાં થઇ રહેલી તૈયારીઓની સમીક્ષા કરાઈ
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતા માધવપુર ઘેડના પરંપરાગત મેળામાં સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ આધારિત યોજાનાર મુખ્ય કાર્યક્રમો માટે બનાવવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા પોરબંદર કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

મુખ્ય મહેમાનો માટે એકોમોડેશન તેમજ ઉત્તર પુર્વ અને સ્થાનિક કલાકારો માટેની વ્યવસ્થાઓ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી આવનાર યાત્રીકો માટે પરિવહન અને પાર્કીંગ સહિતની વ્યવસ્થાઓ અંગે કામગીરી સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ વર્ષે રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા બહારના રાજ્યોના કારીગરોના કૌશલ્યપૂર્ણ કારીગરી સાથેના સ્ટોલ દરિયા કાંઠે રેતી શીલ્પ તેમજ દરિયાઇ રમત સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમા સ્થાનિક કક્ષાએ કરવાની થતી કામગીરીનું સંકલન કરવા માર્ગદર્શન આપ્યું હતું.

સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
પોરબંદર જિલ્લા સેવા સદન-1 ખાતે જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જદા-જુદા મુદા પર ચર્ચા કરવાની સાથે જિલ્લા કલેક્ટર અશોક શર્માએ જરૂરી માર્ગદર્શન તથા સૂચનો રજૂ કર્યા હતા. જેમાં સરકારની વિવિધ જન કલ્યાણ લક્ષી યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓને મળી રહે તે જોવું, અન્ય કચેરીની રજુઆતની સમીક્ષા, સરકારની ફલેગશીપ યોજનાઓના લક્ષ્યાંકો હાંસલ કરવા, ઇ-સરકાર પ્રોજેક્ટ વગેરે વિવિધ મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...