પાલિકા દ્વારા ફાયર સેફ્ટી અંગે એનઓસી ન હોય તેવા આસામીઓને નોટીશ આપી બિલ્ડિંગ સીલ કરે છે પરંતુ ખુદ પાલિકા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ની સુવિધા નથી જેથી પાલિકા બિલ્ડિંગ ખાતે ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી યુથ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર-છાયા નગરપાલિકા બિલ્ડીંગ બની ત્યાર થી આજ સુધી અહીં ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં આવી નથી. પાલિકાનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ થયાને દોઢ વર્ષ થયું છે આમછતાં પાલિકા બિલ્ડિંગ ફાયર સેફ્ટીના સાધનો વિહોણું છે.
પાલીકા કચેરી ખાતે વિવિધ કામ માટે અનેક અરજદારો આવતા હોય છે અને પાલિકા કર્મીઓ પણ ફરજ બજાવે છે ત્યારે આગ લાગવાની દુર્ધટના બને તો માલહાની અને જાનહાની સર્જાઈ શકે છે. એક તરફ બહુમાળી બિલ્ડિંગો માં ફાયર સેફ્ટી એનઓસી કઢાવી લેવા પાલિકા તંત્ર નોટીશ આપે છે. એક અઠવાડિયામાં ફાયર સેફ્ટી એનઓસી અંગે 100 જેટલા આસામીઓને નોટીશ આપવામાં આવી છે અને ગઇકાલે 2 બહુમાળી બિલ્ડીંગ ના દરવાજે સીલ મારવામાં આવ્યા છે
ત્યારે ખુદ પાલિકા બિલ્ડિંગ માંજ ફાયર સેફ્ટીના સાધનો નથી ત્યારે પાલિકા તંત્ર દ્વારા પાલિકા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે લેખિતમાં રજૂઆત કરી છે અને વધુમાં જણાવ્યું છેકે, બહુમાળી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી હોવી જરૂરી છે પરંતુ આમ જનતા માટે અને પાલિકા માટે નિયમો અલગ ન હોવા જોઈએ. જેથી પાલિકા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ની વ્યવસ્થા કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે તેવું રજૂઆતમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.