તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પોરબંદર-હાવડા ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન 28મી જાન્યુઆરી સુધી ચાલશે

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર સ્ટેશન પરથી દર બુધ અને ગુરૂવારના રોજ સવારના સમયે ઉપડશે

પોરબંદર-હાવડા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન નં-09205 પોરબંદરથી દર બુધવારે અને ગુરુવારે સવારે 08:50 કલાકે ઉપડશે અને શુક્રવાર અને શનિવારે હાવડા સ્ટેશન ખાતે બપોરે 03:15 કલાકે પહોંચશે. ટ્રેન 6 જાન્યુ.થી 28 જાન્યુ. 2021 સુધી ચાલશે. હાવડા-પોરબંદર ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેન નં-09206 દર શુક્રવારે અને શનિવારે રાત્રે 21:15 કલાકે હાવડાથી ઉપડશે અને રવિવાર અને સોમવારે વહેલી સવારે 15:40 વાગ્યે પોરબંદર ખાતે પહોંચશે. આ ટ્રેન 8 થી 30 જાન્યુઆરી 2021 સુધી ચાલશે.

આ બન્ને તરફની ટ્રેનોમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ, સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અને પેન્ટ્રી કારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ટ્રેન આવક-જાવકના બન્ને તરફથી જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, અમદાવાદ, આનંદ જંકશન, વડોદરા જંકશન, સુરત, નંદુરબાર, ભૂસાવાલ જંકશન, અકોલા જંકશન, બડનેરા જંકશન, નાગપુર, ગોંદિયા જંકશન, રાજનંદગાંવ, દુર્ગ, રાયપુર જંકશન, ભાટપારા, બિલાસપુર જંકશન, ચંપા જંકશન, રાયગઢ, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર જંકશન અને ખડગપુર જંકશન જેવા સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09205 નું બુકિંગ 29 ડિસેમ્બર,2020 થી નિયુક્ત PRC-કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે, વિસ્તૃત માહિતી www.enquiry.indianrail.gov.in જોઇ શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો