મુલાકાત:પોરબંદર જિલ્લા કલેકટરે રજાના દિવસો વૃદ્ધાશ્રમના અંતેવાસીઓ સાથે ગાળ્યા

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધો સાથે કલેકટરે હળવાશની પળો માણી

પોરબંદરના જીલ્લા કલેકટર સાહિત્યના શોખીન અને સારા લેખક પણ છે. સાથે-સાથે સરળ વ્યક્તિત્વ પણ ધરાવે છે તેનું એક ઉદાહરણ હાલમાં જોવા મળ્યું હતું. રજાના દિવસોમાં જીલ્લા કલેટર દ્વારા રાણાખીરસરા ખાતેના એક વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે હળવાશની પળો માણી હતી.પોરબંદરના જીલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા તાજેતરમાં રાણા ખીરસરા ખાતે આવેલા જલારામ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી હતી.

સંતાનો તેમજ અન્ય કારણોસર જે વૃદ્ધોને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડયો હોય તેવા વૃદ્ધો સાથે અશોક શર્માએ આ વૃદ્ધો સાથે હળવાશની પળો માણી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ પોતે પોતાના અંદાઝમાં ગીતો ગાઇને વૃદ્ધોને પ્રસન્ન કરી દીધા હતા. સરળ વ્યક્તિત્વ ધરાવતા કલેકટરને મળીને વૃદ્ધો પણ આનંદિત થઇ ગયા હતા અને તેમને આશીર્વાદ પાઠવ્યા હતા. આ વૃદ્ધોને સ્વચ્છ સુવિધા પુર્ણ નિવાસ, ભોજન અને ભજનની સુચારુ વ્યવસ્થા બદલ ટ્રસ્ટના સંચાલકોને કલેકટરે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...