• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • The Porbandar District Agriculture Officer Appealed To The Farmers To Move Their Crops To A Safe Place Depending On The Unseasonal Rain Forecast

પાકના રક્ષણ માટે ઉચિત પગલાં સંદેશ:પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદની આગાહીને અનુલક્ષી પાક સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. 19/3/2023 સુધી પોરબંદર જિલ્લામાં કમોસમી માવઠું, સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવામાં આવતા જ હોય છે. તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલાં લેવા રાજ્યના ખેડૂતોને સંદેશો આપવામાં આવ્યો છે.

પાકને કમોસમી વરસાદથી થતા નુકસાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલાં ભરવા, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...