તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પોરબંદરની બોટ દ્વારકા નજીક દરિયામાં ડૂબી ગઇ

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે પવનના કારણે બનાવ બન્યો, 6 ખલાસીઓનો આબાદ બચાવ

પોરબંદરની રાજમોતી નામની બોટે દ્વારકા નજીક દરિયામાં જળસમાધિ લીધી હતી. આ બોટમાં રહેલ 6ખલાસી ઓને અન્ય બોટના ખલાસીઓએ બચાવ્યા હતા.બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવતી તુફાન નિવાર નબળું પડી ગયા બાદ તમિલનાડુ સહિતના રાજયોમાં વરસાદ પડયો હતો તેની અસર જાણે પોરબંદર નજીકના દરિયામાં જોવા મળી હોય તેમ ભારે પવનના કારણે પોરબંદરની બોટે સમુદ્રમાં જળસમાધિ લીધી હતી. પોરબંદરની બોટમાં રહેલ 6 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

અન્ય બોટના ખલાસીઓએ પોરબંદરની રાજમોતી બોટના 6 ખલાસીઓનો બચાવ કર્યો હતો. દ્વારકા નજીક દરિયામાં ભારે પવનના કારણે બોટે જળસમાધિ લેતા બોટમાં રહેલ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આમ સમુદ્રમાં વાવાઝોડું સક્રિય બન્યું હોવાની અસર પોરબંદર નજીકના દરિયામાં પણ જોવા મળી હોવાથી ભારે પવનના કારણે પોરબંદરની બોટ દરિયામાં ડૂબી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...