ફરિયાદ:પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી યુવાનને મારી નાખવાની ધમકી

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના શખ્સે યુવાનના મિત્રનું મોત નિપજાવી યુવાનને તલવાર મારી હતી
  • શખ્સ જેલમાંથી એક માસ પહેલા જ બહાર આવ્યો હતો, ફરી પોલીસ ફરિયાદ

પોરબંદરમાં શખ્સે છ વર્ષ પહેલા એક યુવાનનું તલવાર મારી મોત નિપજાવ્યું હતું અને યુવાનને તલવાર મારી હતી. આ બનાવમાં યુવાને ફરિયાદ નોંધાવી હતી જેનું મન દુઃખ રાખી શખ્સે છરી સાથે યુવાનના ઘર બહાર આવી યુવાનને મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાઇ છે.પોરબંદરના નરસંગ ટેકરી આંબેડકર નગર શેરી નં 1માં રહેતા નારણ ભીખુભાઈ શિંગરખીયા નામના યુવાનનો મિત્ર કરણ કિશોરભાઈ રાયચુરાનું આ જ વિસ્તારમાં રહેતો ધર્મેશ અશોક રાઠોડ નામના શખ્સે છ વર્ષ પહેલા તલવાર ના ઘા મારી મોત નિપજાવ્યું હતું અને શખ્સે નારણ ને પણ તલવારના બે ઘા માર્યા હતા.

આ યુવાને શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને આ ગુન્હામાં ધર્મેશ એકાદ માસ પહેલા જેલ માંથી છુટીને બહાર આવ્યો હતો. યુવાને શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર્યાના મનદુઃખ રાખી ધર્મેશ હાથમાં છરી લઈને યુવાનના ઘરની બહાર આવી ભૂંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની નારણે ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મેશ અશોક રાઠોડ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...