પોલીસની લાલઆંખ:લુખ્ખા તત્ત્વોને ઉઠક બેઠક કરાવી પોલીસે પાઠ ભણાવ્યા

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં કમલાબાગ પોલીસની લાલઆંખ

પોરબંદરમાં કમલાબાગ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરી લુખ્ખા તત્વોને ઉઠક બેઠક કરાવી કાર્યવાહી કરી છે.પોરબંદરમાં ચોક્કસ સ્થળે કેટલાક લુખ્ખા તત્વો રોંગ સાઈડમાં પુરઝડપે વાહન ચાલાવી સીન નાખતા હોય છે. જેના કારણે નિર્દોષ વ્યક્તિઓને મુશ્કેલી પડતી હોય જેથી લુખ્ખા તત્વોને પાઠ ભણાવવા કમલાબાગ પોલીસ મથકના પીઆઇ ધાંધલિયા સહિતની પોલીસ ટીમે રાત્રીના ચેકીંગ હાથ ધરી, ધૂમ સટાઇલમાં વાહન ચલાવતા લુખ્ખા તત્વોને પકડી જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...