ઇન્સપેક્ટરનું કૌવત:પોલીસ અધિકારીએ તરણ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ મેડલ મેળવ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુળ પોરબંદરના વતની હાલ વડોદરા ખાતે ફરજ બજાવતા ઇન્સપેક્ટરનું કૌવત
  • રાજ્યથી લઇ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કૌવત બતાવ્યું

મુળ પોરબંદરનાં વતની અને હાલ વડોદરા ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી એચ એલ આહિરે રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં મેડલ મેળવ્યા છે. વડોદરા શહેરમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ આહીર હાલમાં કર્ણાટક રાજ્યના બેંગલુરૂ ખાતે યોજાયેલ પાન ઇન્ડિયા માસ્ટર ગેમ ફેડરેશન તરણ સ્પર્ધામાં ભાગ લીધો છે.

આ પોલીસ અધિકારી અત્યાર સુધીમાં તરણની જુદી જુદી સ્પર્ધાઓમાં અનેક વખત જીત મેળવી છે. રાજ્ય થી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં કૌવત બતાવ્યું છે. ત્યારે ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અને વિદેશમાં પણ આ પોલીસ અધિકારીએ તરણ સ્પર્ધામાં ભાગ લીધો છે. ત્યારે વધુ એક વખત રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...