કોર્ટમાં ફરિયાદ:પોરબંદરમાં વીમાના કાગળીયા ન હોવાથી પોલીસે આધેડને 2500ના દંડની પાવતી આપી!

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધેડે 4 પોલીસ સામે કોર્ટમાં ફરિયાદ કરી, વિમાના કાગળિયા ચેક કરવા અને દંડ ફટકારવાનો અધિકાર માત્ર RTOને છે : વકીલ

વિમાના કાગળિયા ન હોવાથી પોલીસે આધેડને રૂ.2500ના દંડની પાવતી પકડાવી હતી. વિમાના કાગળિયા ચેક કરવા અને દંડ ફટકારવાનો અધિકાર માત્ર આરટીઓને છે પોલીસને નહિ જેથી પુરાવા સાથે આધેડે 4 પોલીસ સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

પોરબંદરના રહેવાસી જીતેશ ગોવિંદભાઈ મજેઠીયા નામના આધેડ ગત તા. 6 ફેબ્રુઆરીના રોજ શાંજે 7 કલાકે પોતાનું બાઇક ચલાવી રાણીબાગ ચાર રસ્તેથી પસાર થતા કીર્તિમંદિર પોલીસ મથકના ભીમાભાઈ, શીંગરખિયાભાઈ અને અન્ય બે પોલીસએ આ આધેડનું બાઇક રોકાવ્યું હતું અને બાઈકના કાગળિયા માંગ્યા હતા જેમાં આધેડ પાસે વિમાના કાગળિયા, પીયૂસી ન હતું જેથી આ પોલીસોએ રૂ. 2500નો દંડ ફટકારી આધેડને પાવતી આપી હતી. જે પાવતીમાં વીમા અંગેનો દંડ પણ નોંધવામાં આવ્યો છે ત્યારે આ પુરાવા સાથે આધેડ જયેશ હાથલીયા નામના વકીલને મળ્યા હતા અને વકીલે જણાવ્યું હતું કે વિમાનો દંડ કરવાની સતા આરટીઓ વિભાગને છે પોલીસને નહિ. જેથી આ આધેડે આ વકીલ મારફત કોર્ટમાં ચારેય પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં કાયદા મુજબ વિમાના કાગળો અને વિમાના દંડનો અધિકાર પોલીસને ન હોય, સતાનો ગેરૂપીયોગ કરેલ હોય જેથી કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...