રાણાવાવ બાયપાસ રોડ ઉપર ગત તા.06૬/01/2023 ના રોજ ભોદ ગામના રહેવાસી રામા ધાના ઉલવા પોતાની રીક્ષા લઇને જતા હતા. ત્યારે તેની રોકડ રૂપિયા 80,210 ભરેલ થેલી પડી ગઈ હતી. જે બાબતની તેઓએ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરેલી હતી.
જેથી રાણાવાવ PSI પી.ડી.જાદવ તથા પોલીસ સ્ટાફ દ્વારા હાઇવે રોડ પરના સીસીટીવી કેમેરા ચેક કરી શંકમંદોને પુછરપછ કરવામાં આવેલી હતી. તપાસ કરતા આ રોકડ રૂપીયા ભરેલી થેલી રબારી કેડા રાણાવાવના રહેવાસી સાજણ પરબત કરમટાને મળેલી હોવાની માહીતી મળી હતી. જેથી તેનો સંપર્ક કરી પુછપરછ કરતા પોતાને આ થેલી રાણાવાવ બાયપાસ રોડ પરથી મળેલી હોવાનુું તેમણે જણાવ્યું અને આ થેલી કોની છે? તે બાબતે પોતાની પાસે કોઇ સરનામું નહી હોવાથી પોતે આ પૈસા પોતાના ઘરે મુકી દીધેલા હોવાની હકિકત જણાવી અને મુળ માલીકને પરત આપવા સ્વખુશી બતાવી હતી. જેથી રામા ધાના ઉલવાને રાણાવાવ પોલીસ સ્ટેશન બોલાવી આ રોકડ રૂપિયા 80,210 ભરેલી થેલી પરત અપાવી રાણાવાવ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કર્યુ હતુ.
કામગીરી કરનાર અધિકારી-કર્મચારી
આ કામગીરીમાં રાણાવાવ પીઆસઆઈ પી.ડીજાદવ તથા હેડ કોન્સટેબલ બી.જે.દાસા તથા પોલીસ કોન્સટેબલ સરમણ મારૂ, હિમાંશુ વાલા, સંજય વાલા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.