તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રોડ હોવાની આશંકા:રજીસ્ટ્રેશન નંબર વગરના ફોર્મ ભરતા વિદ્યાર્થીઓને અગ્રણીએ અટકાવ્યા

પોરબંદર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓને લોન સહાયની નડિયાદની સંસ્થા ફ્રોડ હોવાની અગ્રણીએ શંકા વ્યક્ત કરી

પોરબંદરમાં ખારવાવાડ સહિતના વિસ્તારોમાં વિદ્યાર્થી લોન સહાય ના ફોર્મ વિતરણ થયા હતા અને વિદ્યાર્થીઓ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજ જોડી પોસ્ટ ઓફિસે ગયા હતા જ્યાં એક અગ્રણીએ તપાસ કરતા આ ફોર્મમાં લખેલ સંસ્થાના રજી. નં. લખ્યા ન હતા જેથી શંકા જતા વિધાર્થીઓને સમજાવ્યા હતા. પોરબંદરના ખારવાવાડ સહિતના વિસ્તારોમાં નડિયાદની એક સંસ્થાના ફોર્મ કોઈ શખ્સ દ્વારા વિતરણ થયા હતા.

જેમાં વિદ્યાર્થીઓને સહાય લોન માટે નું ફોર્મ ભરી પોસ્ટ દ્વારા મોકલવાનું હતું. અને આધાર, મોબાઈલ નંબર તેમજ વાર્ષિક આવકના દાખલા જોડવાના હતા. અલગ અલગ ધોરણ માટે રૂ. 10 હજાર સુધીની લોન આપવાની વાત વહેતી થઈ હતી.

પોસ્ટ ઓફિસે અનેક વાલીઓ સાથે વિદ્યાર્થીઓ ફોર્મ મોકલવા આવી પહોંચ્યા હતા અને ઘસારો જોવા મળતા પોસ્ટ માસ્ટર તેમજ પોરબંદરના ખારવા સમાજના અગ્રણી બાવનભાઈ બાદરશાહી આવી પહોંચ્યા હતા અને આ અંગે તપાસ કરી હતી. અગ્રણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સહાય માટે સંસ્થાના રજી. નં. ફોર્મમાં ન હતા અને એક આવી જ સાઇટ તપાસી નડિયાદ ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે આવી સંસ્થા નથી.

ફ્રોડની શંકા જતા આ સાઇટ પર પણ તપાસ કરતા એપ્રિલમાં સાઇટ શરૂ થશે તેવું જાણવા મળતા અગ્રણી અને પોસ્ટ માસ્તરે વાલીઓને આ અંગે ખરાઈ કરવા જણાવી સમજાવ્યા હતા. અગ્રણીએ જણાવ્યું હતું કે આ સંસ્થા ફ્રોડ હોવાની શંકા છે અને આધાર નમ્બર તેમજ મોબ નંબર પરથી સાયબર ક્રાઇમ થઈ શકે છે જેથી આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો