તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:કબુતરને નિયમિત 70 કિલો જુવાર, દાળીયા નંખાઇ છે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં ગાંઠીયાના શોખીન બગલાઓ દરરોજ 30 કિલો ગાઠીયા ઝાપટી જાય છે!

સામાન્ય રીતે આપણા ધર્મમાં દાન-પુણ્યનું મહત્વ રહેલું છે. કબુતરને ચણ, ગાયોને નીરણ અને શ્વાનને રોટલી કે રોટલો ખવડાવીને લોકો પુણ્યનું ભાથું બાંધતા હોય છે. પોરબંદરની ચોપાટી ઉપર મોટી સંખ્યામાં કબુતરો આવતા હોય તેમને નિયમિત 70 કિલો જુવાર અને દાળીયા નાખવામાં આવે છે તો અહીં ટહેલતા બગલાઓ તો ગાંઠીયાના શોખીન છે અને રોજ 30 કિલો ગાઠીયા ઝાપટી જાય છે.

પોરબંદર શહેરમાં સવાર પડતાની સાથે જ લોકો ચોપાટી પર વોકિંગ કરવા નીકળી જાય છે અને પક્ષીઓ પણ તેમનો સમય થતાની સાથે હજારોની સંખ્યામાં ચોપાટી ગ્રાઉન્ડ પર આવી જાય છે અને તેમની સામે ફૂટપાથ પર આવેલી લારીઓમાં દાળીયા, જુવાર, ગાઠીયા જેવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે અને સવારમાં વોકિંગમાં નીકળતા લોકો પક્ષીઓને ચણ ;નાખવાનું નથી ચૂકતા અને પક્ષીઓ પણ લોકોના મિત્ર બની ગયા હોય તેમ પક્ષીઓની વચ્ચે જઈને ચણ નાખે તો પણ પક્ષીઓ કોઈપણ જાતના ડર વગર ચણતા જોવા મળે છે.

આ ચોપાટીના રાઉન્ડ પર પક્ષીઓની વાત કરીએ તો કબુતર અને બગલા જેવા પક્ષીઓ વિશાળ સંખ્યામાં જોવા મળે છે. જેમાં બગલાઓ તો ગાઠીયાના શોખીન હોય તેમ 20 કિલો ગાઠીયા ગટગટાવતા જોવા મળે છે. અને કબુતરને દાળીયા-જુવાર પણ બહુ પ્રિય છે. અને લોકો પણ 70 રૂા. કિલો દાળીયા અને 30 રૂા. કિલો વેચાતી જુવાર સામેની લારીઓમાં ખરીદી ચણ નાખતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...