તંત્ર નિદ્રાંધિન:શીતલાચોક પાસે પીજીવીસીએલ કચેરી છેલ્લા 1 વર્ષથી લોકાર્પણની જુએ છે રાહ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરી કાર્યરત કરવા કાર્યકર દ્વારા કરવામાં આવી રજુઆત

પોરબંદરના શીતલાચોક વિસ્તારમાં પીજીવીસીએલ કચેરી કાર્યરત હતી જેનું નવીનીકરણ થતા 1 વર્ષથી ધૂળ ખાઈ રહી હોય જેથી કચેરી કાર્યરત કરવા સામાજિક કાર્યકરે માંગ કરી છે. પોરબંદરના શીતલાચોક વિસ્તારમાં પીજીવીસીએલ કચેરી કાર્યરત હતી. તે સમયે અનેક ગ્રાહકો આ કચેરીએ વિજબીલ ભરવા આવતા હતા અને અન્ય સમસ્યા અંગેનું સમાધાન કરવા આવતા હતા. આ કચેરી જર્જરિત થતા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેથી આ કચેરી બંધ હાલતમાં છે. કચેરીનું બિલ્ડીંગ તૈયાર થઈ ગયું છે જેને 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે આમછતાં આ કચેરી શરૂ કરવામાં આવી નથી.

આ કચેરી ચાલુ થાય તો ખારવાવાડ, મેમણવાડ, વ્હોરાવાડ, સોનીબજાર, સલાટવાળો સહિતના આસપાસના લોકો અને આ વિસ્તારના વેપારીઓને વિજબીલ સહિતની કામગીરીમાં સરળતા રહે. હાલ આ કચેરી બંધ હોવાથી ગ્રાહકોને વિજબીલ ભરવા મુખ્ય કચેરીએ જવું પડે છે. સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરુએ રજુઆત કરી જણાવ્યું કે કચેરી 1 વર્ષથી નવી બની હોવા છતાં કાર્યરત કરેલ નથી. રાજકોટના અધિકારી કચેરી ચાલુ કરવા મંજૂરી નથી આપતા. આ કચેરી ફરીથી જર્જરિત થાય તે પહેલા વહેલી તકે આ કચેરી કાર્યરત કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...