તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ફાસ્ટફૂડ પાર્સલનો ઓર્ડર આપી શખ્સે રૂ.42 હજારનો ફ્રોડ કર્યો

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ. 10 હજાર પરત અપાવી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી

રેસ્ટોરન્ટના માલિકને ફાસ્ટફૂડ પાર્સલનો ઓર્ડર આપી શખ્સે રૂ.42 હજારનો સાયબર ફ્રોડ કર્યો છે. પોરબંદર નૌસેના બાગ ખાતે રેસટોરન્ટ ધરાવતા આશુતોષભાઇ દવેને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે કોસ્ટગાર્ડ માથી બોલે છે અને ફાસ્ફુડ પાર્સલ જોઇએ છે તેવુ કહી રેસ્ટોરેન્ટ નુ મેનુ કાર્ડ મોક્લવા જણાવેલ અને ત્યારબાદ તેમાથી અલગ અલગ વસ્તુઓનો ઓર્ડર આપી કુલ રૂ. 1880 નુ પેમેન્ટ થતા તે ઓનલાઇન કરવા કહ્યુ હતું અને તે માટે આશુતોષભાઇના બેંક એકાઉન્ટ નંબર અને એ.ટી.એમ ની માહિતી માંગી હતી.

અને પેમેન્ટ કરવા ઓ.ટી.પી. આપો એમ કહી આશુતોષભાઇ પાસે થી ઓ.ટી.પી. મેળવ્યું હતું અને આ બેંક ખાતામાથી ટ્રાન્જેક્શન થતા નથી, કોઇ એરર આવે છે તેવુ કહી અન્ય કોઇ ખાતા ની વિગતો આપો એમ આશુતોષભાઇ ના પુત્રના ખાતા નંબર સહીત ની વિગતો મેળવી બંને ખાતા માથી મળી કુલ સાત જેટલા ટ્રાન્જેક્શન કરી રુ.42,655 ડેબીટ કરી લીધા હતા.

સાયબર ફ્રોડ થયો એવુ માલુમ પડતા આશુતોષભાઇ દ્વારા તાત્કાલિક પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ પીઆઇ એન.એન.રબારી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સુભાષ ઓડેદરા અને ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી આશુતોષભાઇ ને રૂ. 10,191 પરત મેળવી આપ્યા હતા. તેમજ આ બનાવ અંગે અન્ય રક્મ પરત મેળવવા અને આરોપીને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...