તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ધૂમ સ્ટાઇલથી કાર ચલાવી વિડીયો વાયરલ કરનાર શખ્સ ઝડપાયો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારની તપાસ કરતા ડેકીમાંથી લોખંડનો પાઇપ મળી આવ્યો

પોરબંદરમાં એક શખ્સે ધૂમ સટાઇલથી કાર ચલાવી કારના બોનેટ પર બેસી સોસીયલ મીડિયામાં વિડિઓ વાયરલ કર્યો હતો. જેથી પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામા ધૂમ સ્ટાઇલ વાહન ચલાવતા શખ્સોને પકડી પાડવા તેમજ સોશ્યલ મીડીયા માં વીડીયો વાયરલ કરનાર શખ્સને પકડી પાડવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર એલસીબી પીઆઇ એન.એન. રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગઢવીની ટીમ હોળી-ધુળેટીના પર્વ સબબ પોરબંદર શહેર વિસ્તારમાં વાહનચેકીંગ, પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન આરોપી ચેતન ગગુભાઇ પરમાર રહે, મેમણવાડા પોરબંદર વાળાએ પોતાના કબ્જાની કાર જેના રજી.નંબર GJ-25-J-5751ની કિ.રૂા. 3.50 લાખ વાળી મારંમાર, પુરઝડપે અને ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવતા મળી આવ્યો હતો તેમજ આ કારનુ ચેકીંગ દરમ્યાન કારની ડેકી માંથી એક લોખંડનો પાઈપ મળી આવતા હથિયાર બંધી જાહેરનામાનો ભંગ બદલ પણ ગુન્હો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા ગુન્હા રજીસ્ટર કરાવેલ છે. અત્રે ઉલ્લેખનીય છેકે એલસીબીએ તપાસ કરતા આ શખ્સ જ ધૂમ સટાઇલમાં કાર ચલાવી સોસીયલ મીડિયામાં વિડિઓ વાયરલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો