તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કુતિયાણાના ધારાસભ્યના નામે ધાકધમકી આપતો શખ્સ ઝબ્બે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોની ફરિયાદ ઉઠતા શખ્સને પોલીસ હવાલે કર્યો

પોરબંદરના કેકે નગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ ધારાસભ્ય કાંધલભાઈને ફરિયાદ કરી હતી કે એક શખ્સ ધાકધમકી આપી રહ્યો છે જેથી કાંધલભાઈએ આ શખ્સને પોલીસ હવાલે કર્યો છે.પોરબંદરના બોખીરા કેકે નગર વિસ્તારમાં રહેતો મયુર ઉર્ફે મયલો મુરૂ ગઢવી નામનો શખ્સ આ વિસ્તારમાં દુકાનદારને ધાક ધમકી આપતો હતો અને કાંધલભાઈ જાડેજાનું નામ લઈ ડારાવતો હતો જેથી આ અંગે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને સ્થાનિકોએ ફરિયાદ કરતા આ શખ્સને ઉધોગનગર પોલીસને હવાલે કર્યો હતો.

કાંધલભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે મયુર નામનો શખ્સ દુકાનદાર પાસેથી બાકીમાં માલ લેતો હતો અને રૂપિયા ચડત થતા માલ આપવાની ના પાડતા દુકાન બંધ કરવાની ધમકી આપતો હતો અને કાંધલભાઈનું નામ પણ લેતો હતો જેથી આ શખ્સને ખુદ કાંધલભાઈ જાડેજાએ પોલીસ હવાલે કર્યો છે. મારા નામે કોઈપણ વ્યક્તિ ધાક ધમકી આપે, ડરાવે કે પરેશાન કરે તો આ અંગે મને જાણ કરવી તેવું કાંધલભાઈ જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...