તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:પોરબંદરની સગીરાને ગેસ્ટ હાઉસમાં બોલાવી શખ્સે જાતિય સતામણી કરી

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શરીર સબંધની માંગણી ન સ્વિકારતા શખ્સે સગીરાને માર માર્યો
 • કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પીઆઇએ તપાસ હાથ ધરી

પોરબંદરના શખ્સે એક સગીરાને ગેસ્ટહાઉસમા બોલાવી શરીર સંબંધની માંગણી કરી હતી અને સગીરાએ ના પાડતા શખ્સે તેને માર મારી જાતીય સતામણી કર્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં આવેલ પોરાઈ માતાના મંદિર પાસે રહેતો દર્પણ ઓડેદરા નામના શખ્સે તા. 4 એપ્રિલના રોજ એક સગીરાને ખાખચોક પાસે આવેલ સુદામા ગેસ્ટહાઉસમાં રૂમ નં. 105મા બપોરે 3 થી 4 દરમ્યાન મળવા બોલાવી હતી. જ્યાં આ સગીરા આ શખ્સને મળવા બપોરે ત્રણેક વાગ્યે મળવા ગઈ હતી ત્યારે આ શખ્સે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી જેથી સગીરાએ સબંધ બાંધવાની માંગણીનો અસ્વીકાર કરતા શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને સગીરાને ગળું પકડી ગાલ પર ધુસ્તા મારી, પેટ પર લાત મારી મૂંઢ ઈંજાઓ પહોંચાડી, જાતીય સતામણી કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે દર્પણ ઓડેદરા વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ કમલાબાગના પીઆઇ એ.બી. સીસોદીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો