તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગો આત્મનિર્ભર:કૃત્રિમ અવયવો મળતા દિવ્યાંગો આત્મનિર્ભર બન્યા

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ પગ અને કેલીપર્સ વિતરણ માટે કેમ્પ યોજાયો : ભારત વિકાસ પરિષદ સહિત સંસ્થાના ઉપક્રમે આયોજન

ભારત વિકાસ પરિષદ પોરબંદર અર્પણ ફાઉન્ડેશન રાજકોટ તથા ઇન્ડિયન ફોર એક્શન કેલિફોર્નિયા અમેરિકાના દાતા નગીનભાઇ ઝઘડા ના સહયોગથી પોરબંદર જિલ્લાના દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ અને કેલીપર્સ વિતરણ કેમ્પનું આયોજન ગુરુવારના રોજ શભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું

જેમાં પોરબંદર જિલ્લાના 85 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો કે જેઓના આકસ્મિક રીતે હાથ કે પગ કપાઈ ગયેલા હોય અથવા તો જેમને પગમાં પોલીયો થયેલો હોય આવા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે કૃત્રિમ હાથ પગ અને કેલીપર્સ વિતરણ કેમ્પમા લાભ લીધો હતો. પંદર દિવસ પહેલા આ તમામે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો નું મેઝરમેનટ લેવાના આવેલ અને આ કૃત્રિમ અવયવો તૈયાર કરી દિવયાંગ ભાઇ બહેનો ને વિનામૂલ્યે અર્પણ કરવામા આવેલ. આ કૃત્રિમ અવયવો ના ફીટીંગ થયા બાદ પોતે આત્મનિર્ભર બની જતા કોઇ પર આધારીત જીંદગી થી મુક્ત બની નવા જીવન ની શરુઆત કરી હતી. આ કેમ્પ ને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખ ના પ્રમુખ કમલેશભાઇ ડી.ખોખરી,મંત્રી નિધીબેન શાહ,ઉપ પ્રમુખ વિનેશભાઇ ગોસ્વામી, નિલેષભાઇ રુધાણી, નયનભાઇ ગોકાણી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો