તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોએ રાહતનો શ્વાસ લીધો:માધવપુર ગામની પુધરવાળી સીમમાં દિપડો પાંજરે પુરાયો

માધવપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરડા અભ્યારણ્યમાં દીપડાને લઇ જવાયો : બરડા બાદ હવે ઘેડમાં પણ દીપડાની રંજાળ

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે દિપડો ચડી આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકી દીપડાને પાંજરે પુરવામાં આવ્યો છે.પોરબંદરના બરડા પંથકમાં તાજેતરના દિવસોમાં દીપડાનો આતંક જોવા મકલ્યા બાદ હવે ઘેડ પંથકમાં પણ દીપડાનો રંજાળ વર્તાઈ રહ્યો હોય તેમ માધવપુર ઘેડમાં એક દીપડો ચડી આવ્યો હતો, જેથી સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.

આ અંગે સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરતા ડી.સી.એફ. ડી. જે. પંડયાના માર્ગદર્શન હેઠળ માધવપુર રેન્જ ફોરેસ્ટર મોહનભાઇ ભુવા દ્વારા પાંજરું મુકાયુ હતું અને ગણત્રીના કલાકોમાં જ દિપડો પાંજરે પુરાઇ ગયો હતો, અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ દુર થયો હતો. આ દિપડાને રાણાવાવ રેન્જ વિસ્તારમાં બરડા અભ્યારણ્યમાં લઇ જવાયો છે, અને તેને ત્યાં યોગ્ય જગ્યા પર આ દીપડાને રિલીઝ કરવામાં આવશે. તસવીર - પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...