તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:પોરબંદરનાં વિસાવાડા ગામની વાડીમાંથી દીપડો પાંજરે પુરાયો

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રખડતા ઢોરનું મારણ કર્યું હતું, લોકોએ હાશકારો અનુભવ્યો

પોરબંદરના વિસાવાડા ગામે વાડી વિસ્તાર માંથી દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

પોરબંદરના વિસાવાડા ગામે દીપડાએ દેખા દીધી હતી અને વિસાવાડા ગામમાં રાજુ જીવા ઓડેદરાની વાડીએ દીપડો આંટાફેરા કરતો હતો. જેથી આ વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગ દ્વારા દીપડાને પકડવા મારણ સાથેનું પાંજરું વાડીએ ગોઠવ્યું હતું. દીપડાએ ગામમાં રખડતા પશુનું મારણ પણ કર્યું હતું. વહેલી સવારે દીપડો પાંજરે પોરાયો હતો. જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...