આત્મહત્યા:રાણાખીરસરા ગામમાં આવેલા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધે આયખું ટુંકાવ્યું

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું
  • ​​​​​​​એકલવાયા જીવનથી કંટાળીને એસીડ પી લીધું

પોરબંદર જિલ્લાના રાણાખીરસરા ગામે આવેલ એક વૃદ્ધાશ્રમમાં 67 વર્ષીય એક વૃદ્ધે એકલવાયા જીવનથી કંટાળીને ગત તા. 13-02-2023 ના રોજ રાત્રીના સમયે એસીડ ગટગટાવી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાખીરસરા ગામે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા મૂળ રાજકોટના મોરબી રોડ પર રહેતા અરૂણભાઇ શામજીભાઇ લોઢીયા નામના 67 વર્ષીય વૃદ્ધ ના પત્ની 20 વર્ષ પહેલા ગુજરી ગયા હતા.

અને તેમને સંતાનમાં દિકરો દિકરી ના હોય તેઓ ત્રણેક વર્ષ પહેલા વૃદ્ધાશ્રમમાં એકલવાયું જીવન જીવતા હતા જેનાથી તેઓ કંટાળીને પોતે પોતાની મેળે એસીડ પી લેતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...