માંગ:પોરબંદર જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો, દવાનો છંટકાવ કરવા માંગ ઉઠી

પોરબંદરમાં તાજેતરમાં માવઠાની આગાહી વચ્ચે વરસાદ પડ્યો હતો અને શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. હાલ જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે પટાંગણમાં વરસાદી પાણી ભરાયેલ છે ને હજુસુધી આ ગંદા પાણીનો નિકાલ કરવામા આવ્યો નથી જેને કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે.

ઉલ્લેખનીય છેકે, આ જૂની કોર્ટ ખાતે સ્ટેમ્પ વેન્ડરો બેસે છે અને અહીં અનેક અરજદારો આવે છે તેમજ આ કમ્પાઉન્ડમા જનસેવા કેન્દ્ર આવેલ છે જેથી મુખ્ય ગેઇટથી પણ અનેક અરજદારો કેન્દ્ર ખાતે આવતા હોય છે ઉપરાંત આ કમ્પાઉન્ડ ખાતે વાહનો પાર્કિંગ થાય છે જેથી અરજદારો અને વાહનચાલકોને ગંદા પાણીને કારણે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રોગચાળો ફેલાવાની પણ દહેશત ઉભી થશે જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા તાકીદે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...