હાલાકી:સેવા સદન 1માં સુપ્રિટેન્ડન્ટ કચેરીની કામગીરી સાત દિવસ માટે બંધ રહેશે

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને કર્મીને અર્બન ઇ ધરા કેન્દ્ર ખાતે જવાબદારી સોંપી, અરજદારોના કામ ટલ્લે ચડશે

પોરબંદરમાં જિલ્લા સેવા સદન 1 ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટનો હુકમ જણાવી નોટીશ ચિપકાવી દેવામાં આવી છે જેમાં જણાવ્યું હતું કે તા. 1/1 થી તા. 7/1 સુધી કચેરીના તમામ કર્મચારી ખાતાકીય પરીક્ષામાં ગયા હોવાથી તે સમય દરમ્યાન અર્બન ઇ-ધરા કેન્દ્ર બંધ રહેશે. તેમજ કામગીરી અન્વયે સુપરીટેન્ડન્ટ કચેરી- બ્લોક નં. 313 ત્રીજા માળનો સંપર્ક કરવા પણ જણાવાયું હતું. જેથી અરજદારોને ધક્કો થયો હતો.

આ કામગીરી ગ્રાઉન્ડ ફ્લોર ખાતે બંધ ન થવી જોઈએ તેવી રજુઆત કરતા અર્બન ઇ ધરા કેન્દ્ર ખાતે સીરસ્તેદાર અને સિનિયર સર્વેયરને ત્રીજા માળેથી અહીં જવાબદારી સોંપી છે. ત્યારે અહીંના કર્મીએ જણાવ્યું હતું કે ત્રીજા માળે આ કચેરી અંતર્ગત નામફેર કામગીરી, નોંધ પાડવી, નકલો કઢાવવાની કામગીરી, વારસદાર સહિતની તમામ એન્ટ્રી પાડવાની કામગીરી થાય છે.

હાલ અર્બન ઇ ધારા કેન્દ્ર ના કર્મીઓ પરીક્ષા આપવા ગયા છે જેથી 7 દિવસ કામ બંધ રહેવાનું હતું, અરજદારોની રજૂઆતને પગલે અહીં બે કર્મી ફરજ બજાવશે પરંતુ ત્રીજા માળે કચેરીમાં પેન્ડિંગ કામગીરી માટે અંગુઠા આપવા પડે તો નોંધ પડે જેથી ત્રીજા માળની કચેરી ખાતે સાત દિવસ કામગીરી ઠપ્પ થશે. જેથી અરજદારોના અગાવના કામ ટલ્લે ચડશે.

અન્ય સમાચારો પણ છે...