તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:108 માં હોસ્પિટલે પહોંચતા દર્દીઓનો આંકડો રિવર્સ થયો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 લી મે નો આંકડો 7 મે એ પુનરાવર્તિત થયો, 4 થી મે નો આંકડો સર્વોચ્ચ રહ્યો

પોરબંદર શહેરમાં કોરોનાનો કહેર વધતાં દર્દીઓને હોસ્પિટલે પહોચાડતી 108 એમ્બુલન્સના ફેરા પણ એકાએક વધી ગયા હતા. જોકે 4 થી મે બાદ આ આંકડો રિવર્સમાં જતાં દર્દીઓની સંખ્યામાં થઈ રહેલો ઘટાડો થોડી રાહત સૂચવી રહ્યો છે. પોરબંદર શહેરમાં હાલના સમયમાં મોટા ભાગે કોરોનાના દર્દીઑને હોસ્પિટલ સુધી પહોચાડવામાં 108 સેવાની 6 એમ્બુલન્સ દિનરાત રસ્તા ઉપર ભાગી રહી છે.

આ એમ્બુલન્સ સેવાના દર્દીઓને હોસ્પિટલે દર્દીઓને પહોચાડવાના આંકડાઓ જોતાં છેલ્લા 7 દિવસના આંકડાઓ રિવર્સ દિશામાં ગતિ કરી રહ્યા હોય તેવું જણાતા રાહતના સમાચાર મળી રહ્યા છે. ગત 1 લી મે એ આ સેવા મારફત 55 દર્દીઓ, 2 જી મે એ 73 દર્દીઓ, 3 જી મે એ 71 દર્દીઓ, 4 થી મે એ સર્વોચ્ચ 85 દર્દીઓ 108 મારફતે હોસ્પિટલે પહોચાડવામાં આવ્યા હતા. જેમાં 5 મી મે એ ઘટાડો આવતા 50 દર્દીઓ અને 6 ઠી મે એ 55 દર્દીઓને અને 7 મી મેન રોજ 63 દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...