દર્દીઓના નમૂના લેવા ફરજીયાત:સિવીલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરાયો

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરાયો છે. સલામતીને ધ્યાને લઇને જનરલ ઓપિડીના દર્દીઓના સ્વોબના નમુના લેવાનું ફરજીયાત કર્યું છે. કોરોના નું સંક્રમણ પોરબંદરમાં ન ફેલાઇ તે માટે લોકોની સલામતીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ માટે સ્વોબ ના નમુના લેવા માટે કલેક્શન સેન્ટર શરૂ કરી જનરલ ઓપીડી ના તમામ દર્દીઓના નમૂના લેવા ફરજીયાત કરવામાં આવ્યા છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.નિલેશ મકવાણાએ જણાવ્યું છેકે, લોકોની સલામતીને ધ્યાને રાખી ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો. લિઝાબેન ધામેલિયાએ આદેશ કર્યો છેકે, શંકાસ્પદ દર્દીઓના લક્ષ્યાંક ને પહોંચી વળવા જનરલ ઓપીડીમાં આવતા તમામ દર્દીઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવશે.

જેથી હીડન કેસ શોધી શકાય. આવા દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. જરૂરી સારવાર કરવામાં આવે છે અને તેઓના કોરોના ટેસ્ટ માટેના સ્વોબ ના નમુના લેવામાં આવે છે. સ્ક્રીનીંગ કરવામાં આવે છે. જે દર્દીઓના હિતમાં નિર્ણય લેવાયો છે અને દર્દીઓએ પણ કોરોના અંગેનો ટેસ્ટ કરાવવો જોઈએ તેવી અપીલ પણ કરી છે.

જનરલ ઓપીડી ના દર્દીઓ માટે જ આ ટેસ્ટ શરૂ કર્યા છે. ઇમરજન્સી કેસમાં આવતા દર્દીઓનો કોરોના ટેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જેથી જનરલ ઓપીડી માં આવતા દર્દીઓએ કોરોના ટેસ્ટ માટે સહકાર આપવા પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...