તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સિવીલ હોસ્પિટલમાં કેસની સંખ્યા સાથે ઓક્સિજનના સિલીન્ડરની જરૂરિયાત ઘટી

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર સિવીલ કોવિડ ખાતે 104 દર્દી દાખલ, લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત નહીં

પોરબંદરમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટતા પહેલા ઓક્સિજનના 800 સિલિન્ડરની જરૂરિયાત હતી હાલ 600 સિલિન્ડરનો વપરાશ રહ્યો છે. સિવિલ કોવિડ ખાતે 104 દર્દી દાખલ છે. સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી. પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે પરંતુ દાખલ દર્દીઓની સંખ્યા ઘટી છે.

સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે જેથી આવા દર્દીઓની દાખલ થવાની સંખ્યામાં ઘટાડો થતા નર્સિંગ કોવિડ હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને નર્સિંગ ખાતે જનરલ હોસ્પિટલ શરૂ કરી છે જેથી નર્સિંગ ખાતે જનરલ ઓપીડી કાર્યરત કરી છે. હાલ કોરોના પોઝિટિવ આવતા મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેટ થાય છે. ગઈકાલના આંકડા મુજબ 155 દર્દીઓ હોમ આઇસોલેટ છે.

પહેલા દર્દીઓની દાખલ થવાની સંખ્યામાં વધારો થતાં મોટાભાગના દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવતા ઓક્સિજનની અછત સર્જાણી હતી. તે વખતે 1100 જેટલા ઓક્સિજનના સિલિન્ડરની જરૂરિયાત રહેતી હતી. દાખલ દર્દીઓની સંખ્યા ઘટતા 800 જેટલા સિલિન્ડરની જરૂરિયાત રહેતી હતી હાલ સદનસીબે 600 જેટલા ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત રહેતી હોવાનું પુરવઠા અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું. સિવિલ કોવિડ હોસ્પિટલમાં 104 દર્દી દાખલ છે. જે પૈકી 83 દર્દી ઓક્સિજન પર છે.

સિવીલ કોવિડ હોસ્પિટલની સ્થિતી
પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોલેશનમાં 20 દર્દી દાખલ છે જેમાંથી 7 પોઝિટીવ અને 11 નેગેટિવ દર્દી છે. ISO જનરલ વોર્ડમાં 28 દર્દી છે જેમાંથી 10 પોઝિટીવ અને 13 નેગેટિવ દર્દી છે તેમજ સેમી આઇસોમાં 56 દર્દી દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...