રજૂઆત:પોરબંદર- રાજકોટ વચ્ચે દોડતી સવારની ટ્રેન કોરોના કાળથી બંધ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટ્રેન મુસાફરો માટે ખૂબ ઉપયોગી હતી, ટ્રેન શરૂ કરવા જિલ્લા પેસેન્જર એસો. દ્વારા રજૂઆત
  • પોરબંદર - રાજકોટ વાયા જામનગર ટ્રેન શરૂ કરવામાં આવે તો મુસાફરોની મુશ્કેલી દૂર થાય

પોરબંદર રાજકોટ સવારની ટ્રેન જે ચાલુ હતી અને આ ટ્રેન મુસાફરો માટે ખૂબ ઉપયોગી હતી, આ ટ્રેન કોરોના કાળથી બંધ થયેલ છે અને શરૂ કરવામાં આવી નથી જેથી આ ટ્રેન શરૂ કરવા જિલ્લા પેસેન્જર એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી પોરબંદર રાજકોટ લોકલ ટ્રેન સવારે શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન વાયા જામનગર થઈને રાજકોટ પહોચતી હતી. આ રૂટ પર અનેક મુસાફરો જતા હતા. તે સમયે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ ટ્રેન ઉપયોગી હતી.

પરંતુ આ ટ્રેન કોરોના સમય હોવાથી બંધ કરી દેવામાં આવી હતી. અને કોરોના બાદ અન્ય ટ્રેન શરૂ કરવામાં આવી છે પરંતુ પોરબંદર રાજકોટ સવારની ટ્રેન હજુસુધી પણ શરૂ કરવામાં આવી નથી જેને કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે અને અન્ય વાહનોમાં મુસાફરી કરવી પડે છે.

જેથી મુસાફરોની સુવિધામાં વધારો કરવા હેતુથી ફરીથી સવારે પોરબંદર રાજકોટ વાયા જામનગર ટ્રેન શરૂ કરવામાં આવે તેવી જિલ્લા પેસેન્જર એસોસિએશનના દિનેશભાઈ થાનકીએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છેકે, આ અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ ટ્રેન લાંબા સમયથી બંધ કરવામાં આવી છે. જો આ ટ્રેન શરૂ થાય તો અનેક મુસાફરોને વધુ સુવિધા પ્રાપ્ત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...