ભારતને વિગન જીવનશૈલીનો પરિચય કરાવનાર સાધુપુરુષ આજે મહાત્મા ગાંધીની જન્મભૂમિના દર્શન કરવા ખાસ પોરબંદર આવ્યા હતા.ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે આજરોજ આવેલા બેંગલોર નિવાસી સાધુપુરૂષ શંકર નારાયણજી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક અને સાત્વિક જીવન જીવે છે. સાત્વિક જીવન જીવવા માટે 3 એકર જમીન પર પોતે જાતે પરિશ્રમ કરી તેમણે પોતાનું મિનિ ફોરેસ્ટ વિકસાવ્યું છે. શંકર નારાયણજીએ છેલ્લા 21 વર્ષથી સંપૂર્ણપણે વિગન જીવનશૈલી એટલે સંપૂર્ણપણે શુદ્ધ શાકાહારી જીવનશૈલી અપનાવેલ છે.
જેમાં પ્રાણીજન્ય ખોરાક કે ચીજ વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. શંકર નારાયણજીએ આ દેશમાં વિગન શબ્દ પણ નવો હતો એ સમયે એટલે કે 2004 ના વર્ષમાં ભારતની પ્રથમ 'ઇન્ડિયન વિગન સોસાયટી' ની સ્થાપના કરી હતી. શંકર નારાયણજી મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર સહિતના સ્થળોની મુલાકાત લેનાર છે. શાકાહારવાદી સંસ્થાઓના વૈશ્વિક સંગઠન 'ઇન્ટરનેશનલ વેજીટેરિયન યુનિયન' ના તેઓ 2006 થી 2016 સુધી ભારત દક્ષિણ-પશ્ચિમ એશિયાના કાઉન્સિલર અને રિજિયોનલ કો-ઓર્ડિનેટર તરીકે પોતાની ઉતકૃષ્ટ સેવાઑ આપી છે. છેલ્લા દોઢ દાયકાથી શંકર નારાયણજી દર વર્ષે સાત્વિક વિગન ફેસ્ટિવલનું આયોજન કરે છે અને હજારો લોકોને સાત્વિક જીવન અપનાવવા માટે પ્રેરિત કરે છે.
વિગન જીવનશૈલી
વિગન જીવન શૈલી એટલે સંપૂર્ણપણે શુદ્ધ શાકાહારી જીવન શૈલી. જેમાં પ્રાણીજન્ય કોઇપણ ખોરાક કે ચીજવસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. જેમાં દૂધ અને દૂધની તમામ બનાવટ, મધ અને ચામડા જેવી વસ્તુઓનો પણ સમાવેશ થઇ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.