તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાન્ટ:કુતિયાણાના ધારાસભ્યે વિકાસના કામો માટે ઘરના 1.35 કરોડ ખર્ચ્યા

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના બંને ધારાસભ્યએ વિકાસના કામ માટે 100 ટકા ગ્રાન્ટ ખર્ચ કરી

પોરબંદર જિલ્લાની વિધાનસભાની 2 બેઠકના બંને ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકેની ચાલુ ટર્મમાં દર વર્ષે 100 ટકા જેટલી ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કરી લોકહિતના કાર્યો પૂરા કર્યા છે. કુતિયાણાના ધારાસભ્યએ તો ગ્રાન્ટ ઉપરાંત ચાલુ ટર્મમાં અત્યાર સુધીમાં 1 કરોડ 35 લાખ જેટલી રકમ અંગત રીતે ખર્ચીને પણ વિસ્તારના વિકાસના કામોને વેગ આપ્યો છે.

વર્ષની 2017-18 માં યોજાયેલ ચૂંટણીના પરિણામો બાદ 83 પોરબંદર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના બાબુભાઇ બોખીરીયા ધારાસભ્ય તરીકે ચૂંટાઇને આવ્યા હતા. જયારે કે જીલ્લાની 84 કુતિયાણા વિધાનસભા મત વિસ્તારમાં એન.સી.પી.ના કાંધલભાઇ જાડેજા ચૂંટાઇને ધારાસભ્ય બનીને આવ્યા હતા. જેમાંથી પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇએ વર્ષ 2017-18 માં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 48 કામો માટે રૂપિયા 1,15,34,000 ની માંગણી કરી હતી જેમાંથી 42 કામોની મંજૂરી આપી રૂપિયા 94,00,000 ફાળવવામાં આવ્યા હતા. જે બધા કામ રૂપિયા 93,90,000 ના ખર્ચે પૂર્ણ કરાયા છે. જયારે કે તે જ વર્ષે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઇએ 47 કામો માટે રૂપિયા 1,00,00,000 ની રકમની દરખાસ્ત કરી હતી જે તમામ દરખાસ્ત અને રકમ મંજૂર કરવામાં આવી હતી જેમાંથી રૂપિયા 99,73,000 ના ખર્ચે તમામ કામ પૂરા કરવામાં આવ્યા હતા. જયારે કે 2018-19 માં બાબુભાઇએ ધારાસભ્યની ગ્રાન્ટ 1,00,00,000 માંથી વધારીને 1,50,00,000 કરી દેવાયા બાદ 84 કામો માટે 1,75,51,000 ની રકમ માટે દરખાસ્ત કરી હતી જેમાંથી 77 કામ માટે રૂપિયા 1,50,00,000 કરોડ મંજૂરી કરાયા હતા તેમાના 76 કામ રૂપિયા 1,47,50,000 ના ખર્ચે પૂરા કરી દેવાયા છે. જયારે કે કાંધલભાઇએ 60 કામ માટે રૂપિયા 1,64,00,000 ની દરખાસ્ત કરી હતી જેમાંથી 55 કામ માટે રૂપિયા 1,50,00,000 મંજૂર કરાયા હતા જેમાંથી 53 કામ રૂપિયા 1,43,97,000 ના ખર્ચે પૂરા કરી દેવામાં આવ્યા છે.

જયારે કે વર્ષ 2019-20 માં બાબુભાઇએ 92 કામો માટે 2,43,07,000 ની રકમ માટે દરખાસ્ત કરી હતી જેમાંથી 65 કામ માટે રૂપિયા 1,50,00,000 કરોડ મંજૂર કરાયા હતા તેમાના 59 કામ રૂપિયા 1,32,86,000 ના ખર્ચે પૂરા કરી દેવાયા છે. જયારે કે કાંધલભાઇએ 69 કામ માટે રૂપિયા 1,75,06,000 ની દરખાસ્ત કરી હતી જેમાંથી 61 કામ માટે રૂપિયા 1,50,00,000 મંજૂર કરાયા હતા જેમાંથી 57 કામ રૂપિયા 1,40,55,000 ના ખર્ચે પૂરા કરી દેવામાં આવ્યા છે. જયારે કે વર્ષ 2020-21 માં કોરોના વાયરસને લઇને ગુજરાત સરકારે કરકસરના ભાગ સ્વરૂપે ધારાસભ્યને ગ્રાન્ટ ફાળવી ન હતી અને ચાલુ વર્ષ 2021-22 માં બાબુભાઇએ અત્યાર સુધીમાં 38 કામ માટે રૂપિયા 1,52,75,000 ની રકમ માટે દરખાસ્ત કરી છે જેમાંથી 33 કામો માટે રૂપિયા 1,35,00,000 ની રકમ મંજૂર કરવામાં આવી છે. જયારે કે કાંધલભાઇએ અત્યાર સુધીમાં 8 કામો માટે રૂપિયા 40,45,000 ની રકમ માટે દરખાસ્ત કરી છે જેમાંથી 1 કામ માટે રૂપિયા 8,27,000 મંજૂર કરાયા છે.

ધારાસભ્યએ અંગત ખર્ચથી કરેલા કામો
કુતિયાણાના ધારાસભ્યએ ભાદર-1, બાંટવાના ખારા ડેમ, ઇશ્વરીયાના કાલીંદ્રી ડેમ અને અમીપુર ડેમમાંથી સીંચાઇના પાણી માટે ખેડૂતોને ભરવાનો થતો વાર્ષિક રૂપિયા 15 લાખ જેટલો ફાળો દર વર્ષે સ્વખર્ચે ભરી આપ્યો છે. તે ઉપરાંત કોરોનાના સંક્રમણ વખતે અપાયેલા લોકડાઉન વખતે માધવપુર, કુતિયાણા, રાણાવાવ, કંડોરણા અને અમરદળ ગામે દરરોજ 4000 લોકો માટે ભોજનની વ્યવસ્થા, રૂપિયા 15,00,000 ના ખર્ચે રાશનકીટનું વિતરણ, માસ્ક, દવા, લીલા નાળિયેર અને કોરોનાગ્રસ્ત દર્દી અને તેના સગા-વહાલાઓ માટે ટીફીનની વ્યવસ્થા પાછળ રૂપિયા 50,00,000 નો ખર્ચ કર્યો છે.

પોરબંદરના ધારાસભ્ય

વર્ષરદ કામથયેલ કામ
2017-1806
2018-1917
2019-20622
2020-21--
2021-22132

કુતિયાણાના ધારાસભ્ય

વર્ષરદ કામથયેલ કામ
2017-1800
2018-1925
2019-2044
2020-21--
2021-2200

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...