લોકાર્પણ:આત્મનિર્ભર ગ્રામ યાત્રાને કૃષિમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીના હસ્તે રૂ. 843.71 લાખના 502 વિકાસ કામોનું ઇ-ખાતમુહૂર્ત લોકાર્પણ તથા સહાય વિતરણ કરાયુ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કૃષિ અને પશુપાલન મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલનાં હસ્તે પોરબંદર ખાતે જિલ્લાકક્ષાની આત્મનિર્ભર ગ્રામયાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ સાથે મંત્રીશ્રીએ રૂ. 415.89 લાખના ખર્ચે તૈયાર 171 વિકાસકામોનું ઇ-લોકાર્પણ તથા રૂ. 370.82 લાખના 161 કામોનું ખાતમુહર્ત કરવાની સાથે 170 લાભાર્થીઓને રૂ. 57 લાખની રકમની સહાય વિતરણ કરી હતી. આમ જિલ્લામાં કુલ 502 કામો સહાય માટે રૂ. 843.71 લાખના વિકાસના કામો-સહાય વિતરણ કરાઇ હતી.

મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતુ કે, આત્મનિર્ભર ગ્રામયાત્રા પોરબંદર જિલ્લાના ગામડાઓમાં ફરીને જન જનને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી માહિતગાર કરવાની સાથે લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તે માટે 3 દિવસ સુધી જિલ્લાના ગામડાઓમાં ગ્રામયાત્રા રથ ફેરવવામાં આવશે. આત્મનિર્ભર ગ્રામયાત્રા અંતર્ગત સ્ટેજ પરથી મહાનુભાવોએ મનરેગા, માર્ગ અને મકાન પંચાયત, મહિલા અને બાળ વિકાસ, સહિતનાં વિભાગોની યોજનાઓની સહાય વિતરણ, ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયા હતા.

આ તકે સાંસદ રમેશભાઇ ધડુક, પોરબંદર જિલ્લાના પ્રભારી સચિવ રણજીથકુમાર જે, જિલ્લા કલેકટર અશોક શર્મા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સાંસ્કૃતિક પર્ફોમિંગ આર્ટ પોરબંદરની બહેનોએ ટીપ્પણી નૃત્ય તથા શ્રીચામુંડા મહેરરાસ મંડળી બોખીરા દ્રારા ઢાલ તલવાર રાસ રજુ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...