પરિવારજનોમાં શોક:સોલાર ફિટિંગનું કામ કરતી વખતે આધેડ પડી જતાં મોત, ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોલાર ફિટિંગનું કામ કરતા એક આધેડ સીડીરૂમની પારી પરથી પડી જતા સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. બનાવની વિગત મુજબ એસએસસી કોલોની ક્વાર્ટર નંબર એસઆરટી 20મા રહેતા ભરતભાઇ માધવજીભાઈ જોશી નામના 53 વર્ષીય આધેડ ગત તા. 18 એપ્રિલના રોજ રવિભાઈ ખુદાઈના મકાને સોલાર ફિટિંગનું કામ કરતા હતા.

તે દરમ્યાન બપોરના 12:30 વાગ્યાના અરસામાં મકાનની અગાસી પર આવેલ સીડીરૂમની પારી પરથી આ આધેડ અકસ્માતે નીચે પડી જતા આધેડને ઈંજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન તા. 20 એપ્રિલના રોજ આ આધેડનું મોત થયું હતું. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...