ઠંડીનો ચમકારો વધ્યો:ગત અઠવાડિયા કરતા 2 ડિગ્રી જેટલો પારો નીચો આવ્યો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં મિશ્રઋતુનો અહેસાસ જોવા મળે છે. સવારે ગરમી અને શાંજે ઠંડું વાતાવરણ વચ્ચે મહત્તમ 33.0 અને લઘુતમ 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદર જિલ્લામાં આ વખતે વરસાદ ખેંચાયા બાદ ભાદરવા મહિનામાં વરસાદ પડ્યો હતો. દિવાળીના તહેવારથી જ વાતાવરણમાં શાંજે ઠંડક પ્રસરી હતી. ગત અઠવાડિયે પોરબંદરમાં મહત્તમ 34.6 ડિગ્રી અને લઘુતમ 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે સોમવારે મહત્તમ 33.8 અને લઘુતમ 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આમ ગત અઠવાડિયા કરતા લઘુતમ 2 ડિગ્રી પારો નીચો આવતા ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરમાં બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. સવારે 11 વાગ્યા બાદ ગરમીનો અહેસાસ થાય છે. બપોરે વાતાવરણમાં ઉકળાટ જોવા મળે છે જ્યારે શાંજ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. અને રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. આમ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

પોરબંદર હવામાન વિભાગના જણાવ્યા મુજબ પોરબંદરમાં કોસ્ટલ વિસ્તાર હોવાથી 20 ડિગ્રીથી નીચે તાપમાનનો પારો પહોંચે એટલે ઠંડીનો અહેસાસ થવા લાગે છે. ઠંડીનું પ્રમાણ વધતા મોટાભાગના વૃદ્ધો અને બાળકોએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું છે. આગામી દિવસોમાં ઠંડી વધુ જોર પકડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...