પોરબંદર સોબર ગ્રુપ ઓફ પોરબંદર અને સુદામા કોમ્પલેક્ષના વેપારી મંડળ દ્વારા સતત ચોથા વર્ષે ગણેશ ઉત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોઈપણ પ્રકારની મૂર્તિઓ બનાવવાનો ખર્ચ કે લાઈટ, મંડપ જેવા અન્ય ખર્ચ કરવાને બદલે વેપારીઓએ કાયમી ઘર- વેપારના સ્થળે રાખેલી મૂર્તિઓનું જ દિલીપભાઈ ધામેચા ની ઓફીસ ખાતે પાંચ દિવસ સ્થાપન કરી પૂજા-અર્ચના કરી હતી અને ફરી પાછી વેપારીઓ તેમના વેપાર-ધંધા સ્થળે પૂજામાં રાખી દીધા છે ત્યારે વિસર્જનને બદલે આ પ્રકારનું નવીનતમ આયોજન અને સંતો-મહંતો, શહેરના શ્રેષ્ઠીઓ આ આયોજનને બિરદાવ્યો છે. આ ગણેશ મહોત્સવની કાયમી પૂજા વિધિ પ્રદીપભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી. કોરોના વાયરસ સંદર્ભે સંપૂર્ણ સાદગીભર્યા માહોલમાં ગણેશજીની પૂજા-અર્ચના કરીને કોરોના વાયરસ થી ભારત વહેલીતકે મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
બારેમાસ ગણેશજી નું પૂજન જ ઉચિત છે
જે ગણપતિને આપણે બારે માસ પુજા હોઈએ તે જ ગણપતિની પ્રતિમાને ગણેશ ચોથના દિવસે આપણે ઓફીસમાંકે ઘરના સિમીત રાખી બહારથી ગણપતિની મૂર્તિઓ લઈ પાંચ થી દસ દિવસ બાદ તે જ પ્રતિમાને પાણીમાં પધરાવતી વખતે ગણપતિની મૂર્તિઓ સામસામી અથડાઈ ને તુટી જતી હોય છે અને પધરાવા આવેલ અન્ય ભાવિકોના પગમાં પણ ગણપતિ કચડાતા પણ હોય છે. જેથી બારેમાસ જે ગણેશનું પૂજન કરીએ તેજ ગણેશજીનું પૂજાન થાય તે ઉચિત છે. - સોબર ગ્રુપ અને કોમ્પ્લેક્ષના વેપારીઓ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.