આકરો તાપ:પોરબંદર શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે
  • લઘુતમ તાપમાન 1.6 ડિગ્રી ઉચકાઈને 22 ડિગ્રી રહ્યું

પોરબંદરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે જયારે લઘુતમ તાપમાન 1.6 ડિગ્રી ઉચકાઈને 22 ડિગ્રી રહ્યું હતું.

પોરબંદરમાં બપોરે આકરા તાપ વચ્ચે લોકો અકળાઈ ઉઠયા છે. સોમવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે. જે રવિવારે 33.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રવિવારે લઘુતમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું જેમાં 1.6 ડિગ્રી ઉચકાઈને સોમવારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું છે. લોકો ભારે ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. અને ગરમીથી બચવા એસી અને પંખાનો સહારો લઈ રહ્યા છે તેમજ ઠંડા પીણા પીને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે.

આગામી ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો વધુ ઉંચકાશે તેવી આગાહી કરવામાં આવી છે. આકરા તાપને કારણે બપોરના સમયે પોરબંદરના રોડ રસ્તાઓ સૂમસામ બની જાય છે. જ્યારે રાત્રે પણ વાતાવરણમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...