તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:પોરબંદર શહેરની ચોપાટી પરથી માસ્કેડ બુબી પક્ષી બીમાર હાલતમાં મળી આવ્યું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સારવાર બાદ પક્ષી સ્વસ્થ થતા દરિયામાં મુક્ત કરાયું. - Divya Bhaskar
સારવાર બાદ પક્ષી સ્વસ્થ થતા દરિયામાં મુક્ત કરાયું.
  • પક્ષી અભ્યારણ્ય ખાતે 20 દિવસની સારવાર બાદ દરિયામાં મુક્ત કર્યું, મધદરિયાનું આ પક્ષી તોફાનમાં ફંટાઈને દરિયાકાંઠે આવી જતું હોય છે

પોરબંદરના ચોપાટી પરથી માસ્કેડ બુબી પક્ષી બીમાર હાલતમાં મળી આવતા પક્ષીઅભ્યારણ્ય ખાતે 20 દિની સારવાર બાદ દરિયામાં મુક્ત કર્યું છે. પોરબંદરના કનકાઈ મંદિર નજીક ચોપાટીના દરિયા કિનારે ગ્રીન વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્યને માસ્કેડ બુબી નામનું પક્ષી બીમાર હાલતમાં મળી આવતા આ પક્ષીને પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યું હતું. આ પક્ષી માસ્કેડ બુબી નામનું પેલીજીક પક્ષી છે અને આ પક્ષી મધ દરિયાનું પક્ષી હોય છે.

આ પક્ષી ભારત દેશમાં માઈગ્રેટ કરીને આવતું નથી. સેયશેલ્સ ના દક્ષિણ ટાપુઓ પર આ પક્ષીઓ માળા બનાવે છે અને મધદરિયે આવી પોતાનો ખોરાક મેળવે છે. આ પક્ષી મધદરિયેથી વાતાવરણમાં પલટો અથવા વાવાઝોડાને કારણે ફંગોળાઈ પોરબંદરના દરિયા કાંઠે આવ્યું હતું. આ પક્ષીને પૂરતો ખોરાક ન મળતા અશક્તિના કારણે બીમાર પડ્યું હતું.

અભ્યારણયના આર.બી. મોઢવાડિયા, ડો. ભરતભાઇ કણઝારીયા, ચિરાગ ટાંક દ્વારા આ પક્ષીની દેખરેખ અને સારવાર આપવામાં આવી હતી અને 20 દિવસની સારવાર બાદ આ પક્ષી સ્વસ્થ થતા પક્ષીને દરિયામાં મુક્ત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...