નાપાક હરકત:મરીન સિક્યુરિટી એજન્સીએ પોરબંદરની બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય જળસીમામાં ઘુસીને નાપાક હરકત
  • એક ગોળી કેબીનમાંથી પસાર થઈ ટંડેલના હાથમાં વાગી હતી

ભારતીય જળસીમામાં ઘુસી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પોરબંદરની બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કરતા એક ગોળી કેબીનમાંથી પસાર થઈ ટંડેલના હાથમાં વાગી હતી. વહેલી સવારે બોટ પોરબંદરના બંદર પર પહોંચતા ઈજાગ્રસ્ત ખલાસીને સારવાર માટે સિવિલમાં લાવ્યા હતા. માછીમારીની સિઝન શરૂ થયાના પ્રારંભમાં જ તાજેતરમાં પ્રથમ છ અને બીજી વખત 10 બોટ સાથે માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ બન્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય જળસીમામાં ઘૂસી બોટના અપહરણ કરાયા હોવાનો બનાવ બનતા માછીમારોમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે. ત્યારે વધુ એક વખત બુધવારના દિવસે ભારતીય જળસીમામાં પોરબંદરની દેવલાભ બોટ પર ફાયરીંગની ઘટના બની હતી.

ભારતીય જળસીમામાં પોરબંદરના કુલ 5 માછીમારો માછીમારી કરી રહ્યા હતા તે દરમ્યાન પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સી ઘસી આવી હતી અને પોરબંદરની આ બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેમાં 3 ગોળી દરિયામાં અને એક ગોળી બોટની કેબીન માંથી પસાર થઈ ધીરુભાઈ બાંભણીયા નામના ટંડેલને ડાબા હાથના બાવડામાં વાગી હતી. પાક મરીન સિક્યુરિટી એન્જસી દ્વારા પોરબંદરની આ બોટને ટક્કર પણ મારી હતી અને અથડામણ કરી બોટ તેમજ તેમાં સવાર પાંચેય ખલાસીઓને પકડી લેવા પ્રયાસ કર્યા હતા પરંતુ ટંડેલએ બોટ આગળ લઈ લેતા પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...