કાર્યવાહી:ભારવાડા ગામની સગીરાને ભગાડી જનાર શખ્સ અમરેલીથી ઝડપાયો

બગવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપીને અમરેલી જિલ્લાના કોટડા ગામમાંથી ઝડપી લીધો

પોરબંદર જિલ્લાના ભારવાડા ગામેથી આજથી છ મહિના પહેલા સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર આરોપીને પોલીસે અમરેલી જિલ્લામાંથી ઝડપી લીધો હતો. આ બનાવની વિગત એવી છે કે ભારવાડા ગામે કરાર સિમમાં મેરૂભાઈ નામના ખેડૂતની વાડીએ મધ્યપ્રદેશના એક પરિવાર વાડીમાં ભાગ્યા તરીકે ખેત મજુરી કરવા આવેલ અને તેમના વતનમાં ફરિયાદીના સસરાનું અવસાન થયેલ હોય જેથી આ બંને પતિ પત્ની તેમજ તેમના 10 વર્ષના પુત્રને સાથે લઈ તેમના વતન જતા તેમની સગીર પુત્રીને ફરિયાદીના સાઢુભાઈ લાલસીંગ જે બાજુના ઝુપડામાં રહેતા હતા ત્યાં તેમની સગીર પુત્રીને સોંપી તેમના વતન ગયેલ.

તે દરમિયાન તે દિવસે રાત્રિના આરોપી રાહુલ શેરસિંગ ડોડવે નામનો મધ્યપ્રદેશનો શખ્સ ઉ.વ.આશરે 20 ઝૂંપડે આવેલ અને રાત રોકાયેલ તે દરમિયાન રાત્રિના 12:00 વાગ્યા થી છ વાગ્યા સુધીમાં આરોપી રાહુલ ફરિયાદીની પુત્રીને લલચાવી, ફોસલાવી, પટાવી, બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરતા બે દિવસ પહેલા પોરબંદર પેરોલ ફર્લો સ્કોવડને બાતમી મળતા આરોપી રાહુલ તેમજ ફરિયાદીની સગીર પુત્રી પીઠા કોટડા ગામ, તા. બાબરા, જી. અમરેલી થી ઝડપી લઇ આરોપીને બગવદર પોલીસ સ્ટેશને સોપી આપેલ છે આ બનાવની તપાસ રાણાવાવ સીપીઆઈ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...