તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:એલ્યુમિનીયમ વાયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિયારી ગામ તરફ જતા રસ્તેથી ટ્રકમાં સામાન લાવતો હતો
  • 8110 કિલોના વાયરના ગુચળા કબ્જે કર્યા

એલ્યુમીનીયમ વાયરના જથ્થા સાથે એક શખ્સને એસઓજી ટીમે ઝડપી લીધો હતો. જિલ્લામાં મિલ્કત વિરૂધ્ધ ના ગુન્હાઓ અટકાવવા માટે એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલને જિલ્લા પોલીસ વડાની સુચનાના આધારે એસઓજી સ્ટાફના એ.એસ.આઇ કે.બી.ગોરાણીયા તથા પો.કોન્સ સમીર સુમારભાઇ જુણેજા કુતીયાણા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન તેઓને હકીકત મળેલ હોય કે ટ્રક નં જી.જે 20 યુ 3864 માં નો એલ્યુમીનીયમ નો વાયર ચોરી કે છળ-કપટ થી મેળવી લઈ ને જતો હોય જેથી પોરબંદર કુતીયાણા બાયપાસ રોડ મહીયારી ગામ તરફ જતા રસ્તે વાહન ચેકીંગ દરમ્યાન એ નંબરનો ટ્રકનો ચાલક હરીશ હોથીભાઇ ઓડેદરા રહે. જ્યુબેલી ગાયત્રી પ્લોટ, પોરબંદર વાળોની ટ્રકની તપાસ કરતા એલ્યુમીનીયમ વાયરના ગુચળાઓ વજન 8110 કી.ગ્રા કી.રૂ 11,20,660નો મુદ્દામાલ મળી આવ્યો હતો અને આ શખ્સ પાસે પીજીવીસીએલના એલ્યુમીનીયમ વાયરના ગુચળાઓ અંગે કોઇ બીલ કે આધાર પુરાવો ન હોય અને એલ્યુમીનીયમ વાયરનો કોઇ બીલ-પુરાવા રજુ કરેલ ન હોય જેથી સી.આર.પી.સી ક. 102 મુજબ કાર્યવાહી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો