તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નોકરાણી સાથે દુષ્કર્મ કરનાર શખ્સ અને તેની માતા ઝડપાઇ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં માલિક નોકરનો કરાર કરી યુવતિને ઘરે લાવ્યા બાદ દુષ્કર્મ કર્યું હતું

ચોટીલા પંથકની યુવતી સાથે પોરબંદરના શખ્સે માલિક નોકરનો કરાર કરી સાથે રાખ્યા બાદ નોકરાણી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોરબંદર પોલીસે શખ્સ અને તેની માતાને ઝડપી લીધા હતા.

ચોટીલાના ડોસલીધુના ગામે રહેતી એક 20 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોરબંદરના વિરડિપ્લોટ વિસ્તારમાં રહેતો વિજય રવજી સોલંકીએ આ યુવતી સાથે માલિક નોકર વચ્ચેનો કરાર કર્યો હતો અને યુવતી સાથે ઇરછા વિરુદ્ધ દુષ્કર્મ કરી મારકુટ કરી હતી તેમજ વિજયની માતા મંજુએ પણ પુત્રને સાથ આપી મારકૂટ કરી હતી.

આ અંગેની ફરિયાદ નોંધાતા કીર્તિમંદિરના પીઆઇ એચ.એલ. આહીરના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા પોલીસ હનુમાનગઢ પહોંચી હતી અને બસ સ્ટેશન પરથી વિજય અને તેની માતાને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...