શ્રાવણે શિવમહિમાં:રાજાશાહી વખતના 1 સદીથી વધુ જૂના ભૂતનાથ મંદિરનું મહાત્મ્ય

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ માસના પ્રારંભે ભૂતનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકો પહોંચ્યા હતા : સોમવારે વિશેષ દર્શન તેમજ મહાઆરતીનું આયોજન

પોરબંદર શહેરમાં આવેલ રાજાશાહી વખતના અને 1 સદીથી પણ વધુ જૂના ભૂતનાથ મંદિરને અનેરું માહાત્મ્ય છે અને અહીં શિવજીને પ્રિય શ્રાવણ માસના પ્રારંભ સાથે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડે છે. અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદર શહેરમાં 1 સદીથી પણ વધુ સમય પહેલાનું શિવ મંદીર આવેલું છે. વર્ષો જૂના પૌરાણીક શીવજીના મંદિરનું ત્રીજી વખત જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શહેરમા આવેલ સરકારી ભાવસિંહજી હોસ્પિટલ સામે ભૂતનાથ મહાદેવના મંદિરનું અનેરુ માહાત્મ્ય છે.

આ મંદિર અતિ પૌરાણિક મંદિર છે તેમજ આ મંદિરનો રાજાશાહી વખતમાં બે વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હોવાનું પણ જણાઇ આવે છે તેમજ 1978 માં ભૂતનાથ મહાદેવ મંદિરનો સતત ત્રીજી વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મંદિરનું સંચાલન સુચારી રીતે કરવામાં આવી રહ્યું છે. વર્ષો જૂના આ મંદિરમાં હાલ શ્રાવણ માસનો પ્રારંભ થવાની સાથે જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડે છે. ભૂતનાથ મહાદેવ મંદિરનું અનેરું માહાત્મ્ય છે ત્યારે શિવભક્તો માટે પણ આ મંદિર આસ્થાનું પ્રતિક છે.

દર સોમવારે વિશેષ દર્શનનું આયોજન
મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ ભૂતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા અર્ચનાનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને અહીં વહેલી સવારથી જ ભક્તજનોની કતારો રહે છે તેમજ દર સોમવારે શિવજીના અલગ અલગ સ્વરૂપોનું વિશેષ દર્શનનું આયોજન કરાય છે તેમજ અમાસના દિવસે દર્શનની સાથો સાથ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે.

અન્ય સમાચારો પણ છે...