તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં આ સિઝનનો સૌથી નીચું તાપમાન 10.4 નોંધાયું છે. તાપમાનનો પારો 6 જેટલો નીચો ગગળ્યો છે. હાલ પોરબંદર ઠંડુંગાર થયું છે.
ઠંડીનું મોજું ફરી વળશે તેવી આગાહી આપવામાં આવી હતી ત્યારે પોરબંદરમાં એકાએક તાપમાનનો પારો 6 ડીગ્રી જેટલો નીચે આવી ગયો છે. અને તાપમાનનો પારો 10.4 થઈ જતા પોરબંદર ઠંડુગાર થયું છે. આ સિઝનનો સૌથી નીચું તાપમાનનો પારો નોંધાયો છે. બર્ફીલા પવન સાથે કાતિલ ઠંડીનો અહેસાસ શરૂ થયો છે. લઘુતમ પારો 10.4 થતા લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. સવારના 11 વાગ્યા સુધી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો બાદ સાંજે 5 વાગ્યાથી જ ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થતા પોરબંદર ઠંડુંગાર થયું છે. લોકો ગરમ કપડા પહેરીને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે તેમજ કેટલાક સ્થળોએ તાપણા કરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા હતા. એકાએક આવી પડેલ કાતિલ ઠંડીથી જનજીવન થરથર કાંપી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. આવી ઠંડીના કારણે મોટાભાગના લોકોએ રાત્રે અગત્યના કામ સિવાય ધરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ગરમ કપડાની બજારમાં તેજી
પોરબંદરમાં એકાએક તાપમાનનો પારો ગગળતા 10.4 તાપમાન થતા ઠંડીનું મોજું ફરી વળતા બજારમાં ગરમ કપડા જેવાકે જેકેટ, સ્વેટર, ટોપી, કાનપટ્ટી, હાથના મોજા સહિતના ઠંડીથી રક્ષણ મળે તેવા કપડા ખરીદવા લોકો નીકળી પડતા ગરમ કાપડની બજારમાં તેજી જોવા મળે છે. તાપમાનમા ભેજનું પ્રમાણ વધઘટ થઈ રહ્યું છે ત્યારે તારીખ 26/12 ના રોજ ભેજનું પ્રમાણ સવારે 85 અને શાંજે 41 રહ્યું હતું. તા. 27 ના રોજ ભેજનું પ્રમાણ 58 રહ્યું હતું જ્યારે તા.28 ના રોજ સવારે ભેજનું પ્રમાણ 65 નોંધાયું હતું.
છેલ્લા 5 દિવસનું સવારનું તાપમાન | ||
તારીખ | મહત્તમ | લઘુતમ |
24/12 | 30.4 | 12.2 |
25/12 | 30 | 15 |
26/12 | 30.4 | 15.6 |
27/12 | 28 | 16 |
28/12 | 26 | 10.4 |
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.