એડમિશન પ્રક્રિયા:RTE અંતર્ગત ત્રીજા રાઉન્ડમાં 18 બાળકની યાદી બહાર પડી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 જૂન સુધીમાં એડમિશન મેળવી લેવા જણાવવામાં આવ્યું

પોરબંદર જિલ્લામાં RTE અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે ધોરણ 1મા પ્રવેશ આપવામાં આવે છે. જે માટે ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જિલ્લામાં 110 ખાનગી શાળા ખાતે RTE અંતર્ગત 534 જગ્યા સામે કુલ 2318 ફોર્મ ભરાયા હતા. જેની ચકાસણી કાર્ય પૂર્ણ થતાં 1602 ફોર્મ એપૃવડ થયા હતા. 370 ફોર્મ ડુપ્લીકેટ થયા હતા. 346 ફોર્મ રિજેક્ટ થયા છે.

RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં જિલ્લામાં 507 બાળકોને પ્રવેશ માટેની યાદી બહાર પડી હતી. જેમાં 507 બાળકોની યાદી સામે 469 બાળકોએ ખાનગી શાળા ખાતે એડમિશન મેળવી લીધું છે. બાદ RTE અંતર્ગત બીજો રાઉન્ડમા 42 બાળકોની યાદી બહાર પડી છે. આ 42 બાળકો માંથી 24 બાળકોએ ખાનગી શાળા ખાતે એડમિશન મેળવ્યું છે.

RTE અંતર્ગત ત્રીજો રાઉન્ડ બહાર પડ્યો છે જેમાં 18 બાળકની યાદી બહાર પડી છે. ત્યારે આવા બાળકોના વાલીઓએ એડમિટ કાર્ડ સાથે તમામ ડોક્યુમેન્ટ સાથે રાખી ખાનગી શાળા ખાતે તા. 6/6 સુધીમાં બાળકનું એડમિશન મેળવી લેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે. પ્રથમ અને બીજા રાઉન્ડમાં કુલ 593 બાળકોએ એડમિશન મેળવી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...