ભાજપ, કોંગ્રેસ બાદ આપની પોરબંદરમાં એન્ટ્રી:પોરબંદરમાં માછીમાર સમાજના આગેવાન આપના ઉમેદવાર

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ દ્વારા તળામાળ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોરબંદરમાં કોંગ્રેસ ભાજપ બાદ હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી તથા ચૂંટણીનો જંગ હવે જામશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તથા ખારવા ચિંતન સમિતિ સાથે જોડાયેલા માછીમાર સમાજના આગેવાન એવા જીવનભાઈ જુંગીને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર ઘોષિત કરાતા વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદરની બેઠક પર હવે જંગ જામશે.

જીવનભાઈ જુંગી છાયા નગરપાલિકામાં કોંગ્રેસના સુધરા સભ્ય છે આ ઉપરાંત જીવનભાઈ ને વિરુદ્ધ પક્ષના નેતા તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી પરંતુ જીવનભાઈએ કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર તરીકે દ્વારકા ખાતે આવેલા અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપનો ખેસ પહેરી લેતા પોરબંદરના રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ જાગી હતી.

હવે આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. જીવનભાઈ જુંગીનું નામ આપના ઉમેદવાર તરીકે જાહેર થતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...