મૃત્યુનો મલાજો જાળવ્યો:પોરબંદરમાં અજાણ્યા પુરુષની લાશની અંતિમ વિધિ કરાઇ

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલ્વે સ્ટેશનના યાર્ડમાં ગત સોમવારે અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી
  • લાશ ખરાબ થઇ રહી હોવાથી ખારવા ચિંતન સમિતીએ અંતિમ વિધિ કરી

પોરબંદરના રેલ્વે પોલીસ સ્ટેશનની હદમાં ગત સોમવારે સાંજના સમયે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જેના કોઇ વાલી વારસ આજ દિન સુધી આવ્યા ન હોય અને લાશ ખરાબ થઇ રહી હોય ખારવા ચિંતન સમિતિ દ્વારા તેની હિન્દુ વિધિ મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી.

પોરબંદર રેલ્વે સ્ટેશનથી રાણાવાવ રેલ્વે સ્ટેશન તરફના યાર્ડમાં રેલ્વે કી.મી. નં. 957/2 પાસે ગત સોમવારે સાંજના 6 વાગ્યાના અરસામાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. મરનારને કોઇપણ ટ્રેનથી થયેલી ઇજાને લીધે તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જેથી રેલ્વે પોલીસે તેની વાલી વારસોની તપાસ શરૂ કરી હતી અને આજ દિવસ સુધી તેના વાલી વારસના કોઇ સગળ મળ્યા ન હતા.

લાશનું પીએમ થયા બાદ લાશને ભાવસિંહજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી હતી. પરંતુ કોલ્ડરૂમમાં કુલીંગ ઓછું હોય અને લાશ ખરાબ થઇ જાય તેમ હોય આ લાશની અંતિમ વિધિ કરવા ખારવા ચિંતન સમિતિના જીવનભાઇ જુંગીને રજુઆત કરવામાં આવી હતી. મરનાર 55 વર્ષીય હિન્દુ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાથી આજે ખારવા ચિંતન સમિતિ દ્વારા તેની હિન્દુ વિધિ મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...