ગ્રામજનોમાં નારાજગી:પોરબંદરના માધવપુર સમુદ્ર કિનારે ગંદકીનું સામ્રાજ્ય, શૌચાલયની વ્યવસ્થા હાલ બદતર બની

માધવપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના રમણીય માધવપુરના સમુદ્ર કિનારે ગંદકીનું સામ્રાજય ફેલાયું છે. જેને લઇને ગ્રામજનોમાં નારાજગી ફેલાઇ છે. માધવપુરમા હાઈવે ટચ સુંદર મજાનો 8 કિમિ સુધીનો બીચ આવેલ છે.

માધવપુરનો બીચની એક આગવી ઓળખ અને સુંદરતાને લીધે પ્રવાસીઓ તેને નિહાળવા માટે ઉમટી પડતા હોય છે અને સમુદ્રની સુંદરતા જોઇને મંત્રમુગ્ધ બનતા હોય છે. થોડા સમય પહેલા તે બીચને નિહાળવા બહારથી આવતા ટુરિસ્ટો માટે શૌચાલય તેમજ બેસવા માટે અનેક વ્યવસ્થા કરવામા આવી હતી પરંતુ હાલ તેની કોઈ જ દેખરેખ રાખનાર ન હોવાથી તમામ વ્યવસ્થા હાલ બદતર હાલતમાં જોવા મળે છે. શૌચાલયમાં પણ શોભાના ગાઠીયા સમાન હોય તેવું લાગી રહ્યું છે તથા સુંદર મજાના બીચ ઉપર પણ ગંદકી ગ્રહણ લાગ્યું હોય જેને લઇને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...