આયોજન:પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખો ખો સ્પર્ધા યોજાઈ

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંડર 14 વય જૂથમાં ભોરાસર સીમ શાળાના કુમાર બીજા નંબરે અને કન્યા ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ આવી

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત મારફત હાલ 11 માં ખેલમહાકુંભની વિવિધ હરીફાઇ યોજાઈ રહી છે. પોરબંદર જીલ્લામાં જીલ્લા રમત ગમત અધિકારીના આયોજન મારફત અને જે. વી. ગોઢાણીયા ગર્લ્સ સ્કૂલના સહયોગથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં અંડર 14 વયજૂથના ભોરાસર સીમ શાળા રાણાવાવની કુમાર બીજા નંબરે અને કન્યા ટીમ જીલ્લા કક્ષાએ પ્રથમ આવ્યો છે. શાળાના આચાર્ય અને કોચ લાખાભાઇ ચુંડાવદરા, કુમાર ટીમના કેપ્ટન કિશન મોકરિયા, કન્યા ટીમના કેપ્ટન રશિલા શિંગડીયા તેમજ તમામ ભાગ લેનાર વિદ્યાર્થી ખેલાડીઓને શાળા વ્યવસ્થાપન સમિતિ ભોરાસર સીમ શાળાના અધ્યક્ષ સુભાષભાઈ ભૂવા અને અન્ય તમામે અભિનંદન પાઠવ્યુ છે.

ખો ખો અંડર 14 વયજૂથના કન્યામાં જીલ્લા કક્ષાએ અમિપુર પ્રાથમિક શાળા બીજા નંબર કે.જી.બી.વી. ખંભાળા કન્યા ત્રીજા નંબરે ખો ખો કુમારમાં જીલ્લા કક્ષાએ અમીપુર પ્રાથમિક શાળા પ્રથમ છાંયા કુમાર ત્રીજા નંબરે આવી છે.

અન્ય સમાચારો પણ છે...