નિર્ણય:જનસેવા કેન્દ્ર 3 નવેમ્બર સુધી રાત્રીના 10 સુધી ખુલ્લું રહેશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજદારોને મુશ્કેલી ન સર્જાય તે માટે નિર્ણય લીધો
  • તહેવારો​​​​​​​ તથા સરકારની વિવિધ ભરતીઓને લીધે

આગામી તહેવારો તથા સરકારની વિવિધ ભરતીઓના કારણે અરજદારોને કોઇ મુશ્કેલી ન સર્જાય તથા નાગરિકોને સેવા મળી રહે તે હેતુથી જુની કોર્ટ કમ્પાઉન્ડ પોરબંદર ખાતે આવેલ જનસેવા કેન્દ્ર તા.3 નવેમ્બર સુધી સવારના 10 કલાકથી રાત્રીના 10 કલાક સુધી નાગરિકોને સેવા પુરી પાડવા માટે ખુલ્લુ રહેશે.

આ ઉપરાંત આવકના દાખલા, નોન ક્રીમીલેયર તેમજ ડોમીસાઇન સર્ટીફિકેટ અને વિવિધ પ્રકારની અરજીઓમા સીટી તલાટીઓના સહિ-સીક્કાની કામગીરી કરવામાટે જનસેવા કેન્દ્ર ખાતે સીટી તલાટીઓ હાજર રહેશે. આમ તહેવારોના સમયે અરજદારોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે જિલ્લા તંત્ર દ્રારા જનહિતલક્ષી મહત્વનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...