ગીર સોમનાથ જિલ્લામાં માધવવાડ ગામની ફિશીંગ બોટમાં મૃત્યુ પામેલ ખલાસીના વારસદારને વીમા કંપની દ્રારા રૂૂા.આઠ લાખ વળતર પેટે ચુકવ્યા છે. કોડીનાર તાલુકાના માધવવાડ ગામના માછીમાર સમાજના માલિકની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા કરવામાં આવેલ ફાયરિંગ દરમ્યાન મહારાષ્ટ્રના એક ખલાસીનું મૂત્યું નિપજતા પોરબંદરમાં વીમા કંપની દ્રારા મૃત્યુ પામેલ ખલાસીના પત્નીને વળતર પેટે રૂા.8,15,400 ની રકમ ચુકવવામાં આવેલ છે.
માધવવાડના વતની નાનજીભાઈ સોમાભાઈ રાઠોડની ફિશીંગ બોટ જલપરી ઓખા બંદરેથી માછીમારી કરવા માટે ગઈ હતી ત્યારે ભારતીય સીમામાં તા.6/11/2022 ના રોજ પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્રારા આ જલપરી બોટ પર ફાયરિંગ કરવામાં આવતા બોટમાં સવાર મહારાષ્ટ્રના ખલાસી શ્રીધર રમેશ ચામરે ને છાતીમા ગોળી વાગી જતા તેમનું મૃત્યું થયું હતું.
બોટ માલિક દ્રારા મૃત્યું પામેલ ખલાસીના વળતર માટે વીમા કંપની આઈસીઆઈસી લોબાર્ડ માં નિષ્ડા ઈન્સુરન્સ એન્ડ સેવિંગ એડવાઈઝર પોરબંદર દ્રારા દાવો કરવામાં આવતા ખલાસીના વળતર પેટે રૂૂા.8,15,400 મંજુર કરવામાં આવ્યા હતા. નિષ્ડા ઈન્સુરન્સ એન્ડ સેવિંગ એડવાઈઝરના ગિરીશભાઈ ખોરાવા અને વિષ્ણુભાઈ રાઠોડ દ્રારા પોરબંદર ખાતેથી મૃત્યું પામેલ ખલાસીના વિધવા પત્નીને રૂૂા.8,15,400 ચુકવી આપવામાં આવ્યા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.