પરંપરા:માધવપુર ઘેડ ખાતે દરિયામાં સ્નાન કરવા ભાઈબીજના દિવસે અનેરું મહત્વ

માધવપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને પગલે ભાવિકો ભાઈબીજના દિવસે સ્નાન નહીં કરે સલામતીને પગલે સ્નાન ન કરવા તંત્રની પણ સૂચના

પોરબંદરના માધવપુર ધેડ ખાતે ભાઈબીજના દિવસે દરિયામાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે અને અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિકો દૂર દૂરથી સ્નાન કરવા આવી પહોંચતા હોઈ છે પરંતુ આ વખતે કોરોનાને પગલે સલામતીને ધ્યાને લઈને તંત્રએ અહીં સ્નાન કરવા નહિ આવવાની અપીલ કરી છે. પોરબંદરના માધવપુર ધેડ ખાતે દરિયામાં સ્નાન કરવા માટે ભાઈબીજના દિવસે ભાવિકો ઉમટી પડતા હોય છે.

માધવપુર ગામ ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું સ્થળ છે. માધવપૂર્ણ દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. શ્રદ્ધાળુઓ અન્ય જિલ્લા અને અન્ય રાજ્ય ખાતેથી માધવપૂરના દરિયામાં સ્નાન કરવા ભાઈબીજના દિવસે આવી પહોંચે છે. અને હજ્જારોની સંખ્યામાં ભાવિકો અહીં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. મથુરા ખાતે સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય માધવપૂરના દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવાથી પુણ્ય મળે છે તેવી શ્રદ્ધા રાખી દરવર્ષે ભવિકોનું માનવ મહેરામણ માધવપુર ખાતે ઉમટી પડે છે.

આ વખતે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ પણ લોકોએ ભીડમાં ન રહેવું જોઈએ. આમ સલામતીના તકેદારીના ભાગ રૂપે કોરોનાને પગલે ભાઈબીજના દિવસે ભાવિકો માધવપુરના સમુદ્રમાં સ્નાન નહિ કરે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ પણ ભાઈબીજના દિવસે માધવપુરના દરિયામાં સ્નાન કરવા ન જવું તેવી લોકોને સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...